ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૪/૦૪/૨૦૨૪ ના રોજ સ્વયંમ – ૪ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૩૫ થી ૪૦ રહેવાસીઓ જોડાયેલ.
આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર, ડે.ચીફ ફાયર ઓફીસર ઓફિસર વાય.ડી.જાની, લીડીંગ ફાયરમેન પરેશભાઇ ચુડાસમા, ફાયરમેન લવકુમાર તિવારી, મનસુખભાઇ વડેખણીયા, વિનેશભાઇ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા માટે સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.