ગુજરાત ભૂમિ, ભાવનગર
મહુવા ખાતે સમસ્ત કોળી સમાજ અને માંધાતા ગ્રુપ મહુવા દ્વારા કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા મહારાજ નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. સાથે માંધાતા સર્કલ મૂર્તિ સ્થાપના કરવામાં આવી. શોભાયાત્રા માંધાતા સર્કલ થી પ્રારંભ થઇ માંધાતા સર્કલ, મગનભાઈ કરશનભાઈનું પુતળું, મોરારી હનુમાન, વાસી તળાવ, ગાંધીજીનું પુતળું, ગાંધીબાગ, અને માંધાતા સર્કલ ખાતે પૂર્ણાવતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમા ઉપસ્થિત સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ (ડેડાણ) દ્વારા આર્શીવચન આપી માંધાતા સર્કલ મૂર્તિની સ્થાપના કરવામાં આવી
આ કાર્યક્રમમા ઉપસ્થિત સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ જગ્યાના મહંત, હિરેનભાઈ ડાભી શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત યુવા પ્રમુખ, અજયભાઈ ડાભી માંધાતા ગ્રુપ ગુજરાત સોશિયલ મીડિયા કનવિર, બાબુદાદા મકવાણા કોળી સમાજ અગ્રણી, અમિતભાઈ મકવાણા,કોળી સેના ટીમ, માંધાતા ગ્રુપ તેમજ સમસ્ત કોળી સમાજના નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા