Read Time:1 Minute, 18 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ (કંપની)માં, આઇટીઆઇ. ડિપ્લોમા (મિકેનિકલ), ૧૦પાસ, ૧૨પાસ, ગ્રેજયુએટ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે મિકેનિક, વેલ્ડર, સુપરવાઇઝર, પેઇન્ટર(કલર કામના જાણકાર), વર્કર, સેલ્સ ઓફિસર, સેલ્સ એક્સિક્યુટિવ. માર્કેટિંગ એક્સિક્યુટિવ. ઓફિસ એક્સિક્યુટિવ, ટેલિકોલર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.
ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૬/૦૨/૨૦૨૪ (શુક્રવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે,આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪(ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે