0
0
Read Time:59 Second
ગુજરાત ભૂમિ, જામનગર
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ભાઈઓની ખો-ખો સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુળ, ઠેબા સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપ કેટેગરીમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર સંજય સિંહ, હાર્દિકભાઈ જોશી, વિજય જુજીયા અને મયુર ગંજેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.