Read Time:1 Minute, 18 Second
ગુજરાત ભૂમિ, જામનગર
શ્રી જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડા ખાતે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની 26 જેટલી સરકારી અને અર્ધ – સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા.
જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલ સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ આપી વિદ્યાર્થીઓને ફૂટબોલની રમતાં રમવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાનાં અંગ્રેજી અધ્યાપક જયંતિલાલ કાંતિયાએ કર્યું હતું. શાળાના કાર્યકારી આચાર્ય સોબરનસિંહે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિડજા, કેન્દ્રિય વિદ્યાલય -1, જામનગરના પ્રાચાર્યા અને ગંગાજળા વિદ્યાપીઠ (બી.એડ.) કોલેજના પ્રિન્સિપાલ હાજર રહયાં હતાં.