ગુજરાત ભૂમિ, ધ્રાંગધ્રા
આગામી 22 મી જાન્યુઆરીના રોજ શ્રીરામ ભગવાનનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેર ભાજપ અને હિન્દૂ સંગઠનો દ્રારા સમગ્ર ધ્રાંગધ્રા શહેરને રામ મય બનાવવા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા વોર્ડ 6 નાં સુધરાઈ સભ્યો ગાયત્રીબા રાણા, અનીશાબેન ચૌહાણ, હિરેનભાઈ કાનાબાર અને દક્ષાબેન મકવાણા દ્રારા વ્યાસનાં ચોરા વિસ્તારમાં નૃત્ય ગોપાલ મંદિર ખાતે અક્ષત પૂજન કરી વોર્ડ 6 નાં જુદા જુદા મંદિરોમાં અક્ષત ની પૂજા કરવામાં આવી હતી. તેમજ ફરી નૃત્ય ગોપાલ મંદિર ખાતે વધામણાં કરી આરતી અને નાચગાન સાથે રામ લલ્લા નાં આગમન પૂર્વે જ ઉલ્લાસ બતાવ્યો હતો. આ તકે સુધરાઈ સભ્યો સાથે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈદ્રીશભાઈ બેલીમ સહીત જુદા જુદા મોરચાના હોદેદારો તેમજ કાર્યકરોએ ઘર ઘર અક્ષત કળશ, રામ ભગવાનની પત્રિકા અને ફોટો નું વિતરણ કર્યું હતું. આગામી 20 તારીખ થી ધ્રાંગધ્રા નગરીને રોશનીથી શણગારી શહેરનાં દરેક મંદિરોમાં રામ ધૂન સહીત બટુક ભોજન તેમજ પ્રસાદી સહિતના કાર્યક્રમો પણ થવાના છે ત્યારે ધ્રાંગધ્રા શહેર આયોધ્યમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે જ રામ મય બનશે એ સુનિશ્ચિત નજરે ચઢી રહ્યું છે.
