ગુજરાત ભૂમિ, જામનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી અનેકવિધ લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહ્યા છે. લાભાર્થીઓ ઘરે બેઠા સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી રહ્યા છે.
જામનગર તાલુકામાં અનેકવિધ સખી મંડળો કાર્યરત છે. જામનગર તાલુકાના ધુંવાવ ગામના એવા જ એક લાભાર્થી સોમૈયાબેન બુખારીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવે છે કે, ”હું અલ મદીના જૂથમાં સદસ્ય છું. અમારા જૂથમાં અત્યારે 11 બહેનો છે. અમે લોકો સાબુ બનાવીએ છીએ. અમને સખી મંડળની જાણકારી મળી છે અને ત્યારબાદ બેંકમાં અરજી કરી હતી. અમને બેંકમાંથી સારો સહકાર મળ્યો છે. અમે સાબુ સિવાય બ્રાસ પાર્ટ્સ બનાવીએ છીએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી બીજા લોકોને મેં જાગૃત કર્યા છે. અમે પહેલા પોતાના પરિવારો માટે વસ્તુઓ બનાવતા હતા, અને હવે અમને બીજા નાગરિકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે.” સોમૈયાબેનને રાજ્ય સરકારની મદદગારી થકી પગભર બનવામાં ખૂબ મદદ મળી છે. તેણીએ પોતાની સાથે બીજા બહેનોને આત્મનિર્ભર બનવા માટેનો સંદેશો આપ્યો છે. સોમૈયાબેનને આવી ઉત્તમ તક મળી છે, તે બદલ તેઓ રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.