Read Time:1 Minute, 2 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી.ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
