ગુજરાત ભૂમિ, ભાવનગર
ઘોઘા તાલુકામાં અવાણીયા કુમાર શાળા, છાંયા પ્રાથમિક શાળા, વાલેસપુર પ્રાથમિક શાળા, કણકોટ પ્રાથમિક શાળા તથા પાણીયાળા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. વિઘવા, ત્યકતા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાતવર્ગનાં ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકનાં અરજીફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) મામલતદાર કચેરી, ઘોઘા ખાતેથી મળી શકશે, ઉમેદવારોએ તેમનાં અરજીફોર્મ તા.૧૪/૦૭/૨૦૨૩, બપોરનાં ૧૪-૦૦ કલાક સુઘીમાં જરૂરી આઘારો સાથે મામલતદાર કચેરી, ઘોઘાને મોકલી આપવાનાં રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદાર, ઘોઘાની યાદીમાં જણાવેલ છે.