ગુજરાત ભૂમિ, આણંદ
આણંદના સેતુ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાનગર ખાતે આવેલી આઈ.બી.પટેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉપરાંત અહી એક નાની મહેંદી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં મહેંદી મૂકવાની આવડત ધરાવતી 17 જેટલી બાળાઓને પસંદ કરવામાં આવી હતી.સ્પર્ધાના અંતે ટ્રસ્ટ દ્વારા વિજેતા વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ પારિતોષિક અને અન્યને પણ પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આણંદમાં ગૌરી વ્રત ઉત્સવ દરેક દીકરી અને પરિવાર માટે વિશેષ મહત્વ ધરાવે છે.આ વ્રત દરમ્યાન દીકરીઓ ખાસ શૃંગાર કરતી હોય છે પરંતુ તેમાંય મહેંદી નું ખાસ મહત્વ હોય છે. સેતુ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાનગર ખાતે આવેલી આઈ.બી.પટેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેંદી મૂકવામાં પારંગત યુવતીઓને પણ બોલાવવામાં આવી હતી.જોકે આ દરમ્યાન શાળાની વિદ્યાર્થિનીઓએ પણ મહેંદી મૂકવામાં ઉત્સાહ બતાવતા ટ્રસ્ટ દ્વારા અહી એક નાની મહેંદી સ્પર્ધામાં પણ યોજવામાં આવી હતી. આ મહેંદી મુકાવાવામાં શાળાની 150થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને મહેંદી મૂકવાની સ્પર્ધામાં 17 જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.સેતુ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધક વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામ પણ આપવામાં આવ્યુ હતું. વિદ્યાર્થિનીઓ માટે ખાસ ફરાળી વાનગી પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે આણંદ સરદાર બાગ બ્રહ્માકુમારી સેન્ટરમાંથી ચેતનાદીદી અને જાગૃતિ દીદીએ ખાસ હાજરી આપી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. આ ઉપરાંત આણંદ જિલ્લાના યોગ એક્સપર્ટ એવા દીપિકાબેન ભક્તા પણ હાજર રહ્યા હતા. સેતુ ટ્રસ્ટના ના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ, ટ્રસ્ટી રાધાબેન પટેલ અને રાખીબેન શાહ તેમજ ખજાનચી ચિરાગભાઈ પટેલ અને સભ્ય કૌશલભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીનીઓને મહેંદી મૂકવા માટે ચેતનાબેન રાઠોડ, રીનાબેન પીઠડીયા, મોનાલીબેન પંચાલે પોતાની સેવા આપી હતી. શાળાના આચાર્ય જયેશભાઇ મધુભાઈ ઉપસ્થિત સર્વે મહેમાનો અને સેતુ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.
આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની