ગુજરાત ભૂમિ, આણંદ
સમગ્ર વિશ્વમાં તા. ૨૧ મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે “વસુધૈવ કુટુમ્બકમ્” થીમ આધારીત વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે દેશની સાથે સાથે આણંદ જિલ્લાના ઓડ સરદાર પટેલ હાઈસ્કુલમા યોગનું આયોજન કરાયું
વિશ્વ યોગ દિવસે ઓડ નગરપાલિકા આયોજીત ઓડ સરદાર પટેલ હાઈસ્કૂલ માં હાજર રહેલ. આણંદ થી યોગ ટીચર મયૂરીબેન પટેલ, હેન્નાકસી બેન ચાવડા દ્વારા યોગની સમજણ સાથે કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઓડ હાઈસ્કૂલ ના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. માલદે ચોચા, સુપરવાઈજર જીગ્નેશભાઈ પટેલ, નીસિથભાઈ વ્યાસ, ઓડ નગરાલિકાના ચીફ ઓફિસર અંસારી, ચેતનભાઇ પટેલ,દીપેશભાઈ પટેલ, જીજ્ઞેશ ભાઈ રાવલજી ઓડ નપા ના સ્ટાફ પરિવાર, ઓડ શહેર સંગઠન ના પ્રમુખ ભરતભાઈ પટેલ, બક્ષીપંચ પ્રમુખ બાબુભાઈ ખાલોટિયા, ગુજરાત વિવેકાનંદ યુવક બોર્ડ ના મિત્રો અશોકભાઈ ઠાકોર, ધર્મેન્દ્રભાઈ રાવલ હાજર રહેલ. ઉપરાંત સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.