ગુજરાત ભૂમિ, ભાવનગર
આઈ.સી.ડી.એસ. કચેરી ઘોઘા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત “પોયણી યોજના” માં શાળાએ ન જતી ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ અને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં કિશોરીઓને મીટીંગ કરી તેમને આરોગ્ય, ખોરાક અને સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન ઘોઘા બાળવિકાસ યોજના અધિકારી નીતાબેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ તથા સુપરવાઈઝર મીનાબેન દ્વારા પોયણી યોજના વિષે સમજ આપવામાં આવેલ હતી.
આ સેનેટરી પેડ દાતા સંજયભાઈ ચૌહાણ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતા. ઘોઘા સી.ડી.પી.ઓ. તથા સુપરવાઈઝર તેમજ આઈ.સી.ડી.એસ. તમામ સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
ઘોઘાના આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્પર બહેનોના અથાગ પ્રયાસથી થકી આ કાર્યક્રમ સફળ બનાવેલ અને ઘોઘા સીટીમાંથી ૧૬૨ જેટલી કિશોરીઓ હાજર રહેલ અને તમામ કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ હતા.