વેરાવળ ખાતે તા.૨૫મી જાન્યુઆરીના રોજ યોજાશે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Views: 148
0 0

Read Time:2 Minute, 42 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

       ગીર સોમનાથ પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવુ ન પડે તે માટે વેરાવળ તાલુકા કક્ષાનો ”સ્વાગત” ઓનલાઇન કાર્યક્રમ તા.૨૫-૦૧-૨૦૨૩ના બુધવારના રોજ યોજાનાર છે.

       આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૫-૦૧-૨૦૨૩ સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, કચેરીને પહોંચતી કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે અને  અરજીમાં મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

      ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો પ્રશ્ન “ગ્રામ સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત તા.૧૫/૦૧/૨૦૨૩ સુઘીમાં ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને અરજી કરી શકે છે અને અરજીના મથાળે ‘મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી” તેવુ દર્શાવવાનું રહેશે.

આ  સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં કોઈપણ અરજદારે અરજી કરતા પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેમજ આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય થઈ શકાય તેવા હોવા જોઇએ તેમજ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત કરી શકશે.તેમ વેરાવળ ગ્રામ્ય મામલતદારની એક યાદીમા જણાવાયુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *