ગુજરાત ભૂમિ,, ગીર સોમનાથ
નાયબ પોલીસ અધિક્ષક, સુરત ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જાહેર જનતા જોગ જણાવવામાં આવે છે કે સુરતથી ગુમ થયેલ ભાવનાબેન કરસનજી ઠાકોર અને કનુભાઈ તળજાભાઇ રબારી આ બંન્ને વ્યક્તિઓ મળી ન આવતા અરજદારએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે. તસવીરમાં જણાવેલ બન્ને ગુમ થનાર મહિલા તથા પુરૂષની માહિતી આપનાર અથવા શોધી આપનારને રૂ. 25,000/- પ્રોત્સાહન ઈનામ આપવાનું જાહેર કરવામાં આવેલ છે.
વિગતો અનુસાર ભાવનાબેન કરસનજી ઠાકોર(ઉ.વ.આશરે ૨૮ થી ૩૦) નાની શરીરે મધ્યમ બાંધાની, ઘઉં વર્ણો રંગ, ગોળ ચહેરો અને ઉંચાઈ આશરે 5X2 ની છે. જેના જમણા હાથે પાનની અંદર અંગ્રેજીમાં B.K. નું છૂંદણાનું નિશાન છે અને મેલાભાઈ નાગજીભાઈના તબેલામાં રહેવાસી છે. મુળ રહે ભાથણીવાસ, ગામ – ખેરવા, તા.જી મહેસાણા, ગુજરાત – ૯૮૪૦૦૧ તથા ગામ – કલાણા, તા.જી.પાટણ, ગુજરાત (પિયર) અને શકમંદ સામાવાળા કનુભાઈ તળજાભાઇ રબારી, ઉ.વ .આશરે ૨૮ થી ૩૦, શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉ વર્ણનો, જેનો ચહેરો લંબગોળ છે, જેની ઉંચાઈ આશરે ૫X૬ ની છે તથા તેઓ મુળ રહે .ગામ – દેવપુરા, તા .કાકરેજ. જી બનાસકાંઠાના છે આ બંન્ને રહે મેલાભાઇ નાગજીભાઇના તબેલામાં. લંકા વિજય હનુમાન પાસે. તાપી નદીના કિનારે, કતારગામ, સુરતથી ગુમ થયેલ છે
આ બંન્ને ગુમ થનાર બાબતે કોઈ માહિતી મળ્યેથી એ. એમ. કેપ્ટન, નાયબ પોલીસ અધિક્ષક, સુરત ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમ, ગુ.રા.નાઓના મો.નં. ૯૮૭૯૫૦૯૭૭૯ તથા ડીટેક્ટીવ પોલીસ ઇન્સ્પેક્ટર ટી. વી. પટેલ, સુરત શહેર તપાસ એકમ, સી.આઇ.ડી. ક્રાઇમ, ગુ.રા.નાઓના મો.નં. ૬૩૫૯૬૨૭૧૩૮ તથા સી.આઇ.ડી. ક્રાઇમ, ગુ.રા., ગાંધીનગર કંટ્રોલ રૂમના ટેલીફોન નં. ૦૭૯ ૨૩૨૫૪૩૮૦ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.