Read Time:1 Minute, 13 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
આગામી ભાવનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આઈ.ટી.આઈ. તળાજા ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આયોજન હોલ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર ડી. કે. પારેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદ્દે ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ,અધિક નિવાસી કલેક્ટર બી. જે. પટેલ, ડી.આર.ડી.એ. નિયામક જયશ્રીબેન જરૂ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.