ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને શાકભાજી પાકોના હાઈબ્રિડ બિયારણ માટે ઈનપૂટ કિટ્સ આપવાની યોજના મંજૂર થયેલ છે.
આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના ખેડૂતોને ૦.૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે ઈનપુટ કિટ્સ આપી શકાશે તો આ યોજનાનો લાભ લેવા માંગતા અનુસુચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલિફોન નંબર- ૦૨૮૭૬૨૪૦૩૩૦ વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.
