ગુજરાત સરકાર તરફથી વેરાવળ ડેપોને મળી ૧૦ નવી બસની ભેટ, વધશે મુસાફરોની સુવિધા

Views: 91
0 0

Read Time:2 Minute, 8 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

        ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના– વેરાવળ ડેપોને નવિન ૧૦ બસો ફાળવવામાં આવી છે. આજરોજ વેરાવળ બસ સ્ટેશન ખાતેથી સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાએ લીલી ઝંડી આપીને નવીન બસોનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવીન બસો  અલગ-અલગ રૂટ પર જેમા ૨૧:૩૦ કલાકે સોમનાથ – ગાંધીનગર સ્લીપર સર્વિસ,૧૮:૦૦ કલાકે ગાંધીનગર – સોમનાથ સ્લીપર સર્વિસ,૧૮:૩૦ કલાકે સોમનાથ – અંબાજી સ્લીપર સર્વિસ,૧૫:૦૦ કલાકે અંબાજી – સોમનાથ સ્લીપર સર્વિસ,૨૧:૩૦ કલાકે વેરાવળ – ભૂજ સ્લીપર સર્વિસ, ૨૧:૩૦કલાકે ભુજ – વેરાવળ સ્લીપર સર્વિસ ૦૬:૧૫ કલાકે વેરાવળ – ગાંધીનગર લકઝરી ૨ × ૨ ,૦૬:૦૦ કલાકે ગાંધીનગર – વેરાવળ લકઝરી ૨×૨, ૭:૦૦ કલાકે વેરાવળ – પોરબંદર મીની સર્વિસ, ૫:૦૦ કલાક વેરાવળ – ઉના મીની સર્વિસની લોકોને  સેવાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપિલ મહેતા, વેરાવળ તાલુકા પ્રમુખ સરમણભાઈ સોલંકી, ડેપો મેનેજર શામળા, દયારામભાઇ મેસવાડિયા તેમજ અગ્રણીઓ ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પિઠીયા, સહિત એસટી કર્મીઓ અને ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *