ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગરના હાથબ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ડો. ગીતાબેન વઘાસિયા દ્વારા કાંગારુ કેરની માહિતી આપી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયતી પગલાં, પાણીજન્ય રોગ અટકાયતી અને કોપર-ટી ના ફાયદાની સમજણ અપાઈ, હિરેન ભાઇ મિસ્ત્રી દ્વારા પોલિયોનું ઘર-ઘર કામગીરી કેવી રીતે તેની સમજણ અપાઈ, મેલેરીયા વિષે પ્રોજેક્ટ વૃદ્ધિ જયેશ ભાઇ દ્વારા કુપોષણ વિશે તેમાંજ નટુભાઈ ડાભી દ્વારા સમજણ અપાઈ, હીરાબેન વાઘેલા એ પોષણ વિષે સમજણ આપી હતી.
આ બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી.એચ.ઓફીસર ડો. કોકિલાબેન સોલંકી સૂચનાથી તાલુકા હેલ્થ ઑફિસર ડો.સુફિયાન ભાઇ લાખાણી, મેડિકલ ઓફિસર ડો. વિશાલભાઇ સેતાનાં માર્ગદર્શન મુજબ આંગણવાડી, આશા અને આરોગ્ય કર્મચારીઓને માહિતી મીટીંગમાં માહિતી આપવામાં આવી હતી.
