ગુજરાત ભૂમિ, આણંદ
આણંદના ઓડ નગરમાં તારીખ-૨૦/૫/૨૩ ના રોજ ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.જી ચૌધરી અને ઓડના આઉટપોસ્ટના ઇન્સ્પેક્ટર કે.એસ.બરંડાના માર્ગદર્શનમાં ટ્રાફિક ડ્રાઇવનુ સાથે ફૂટ પેટ્રોલીંગનુ આયોજન કરાયું
આણંદ પોલીસ અધિક્ષક પ્રવિણ કુમારની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ દ્વારા આણંદ જિલ્લામા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું.તે અંતર્ગત ખંભોળજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.જી ચૌધરી અને ઓડના આઉટપોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ.બરંડાના માર્ગદર્શનમાં ઓડ નગરમાં ટ્રાફિકના નિયમોને લગતા બેનરો સાથે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું
ઓડ નગર ખાતે ટ્રાફિકના નિયમોને લગતા બેનરો જેવા કે વાહનમાં સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત ન કરવી,18 વર્ષ થી નાના બાળકોને વાહન ચલાવાવા ન આપવું, હેલ્મેટ પહેરવું, વગેરે ટ્રાફિકના નિયમો સાથે ઓડ નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું અને નગરની પ્રજાને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવી તેમજ ઓડ ચોકડી તથા સારસા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા સાઈન બોર્ડ મૂકી પ્રજામાં જાગૃતતા લાવી.
રિપોર્ટર : ભાવેશ સોની, આણંદ
