વેરાવળમાં ભૂલા પડેલા ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

Views: 392
0 0

Read Time:1 Minute, 52 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

     વેરાવળ ૧૮૧ અભયમની ટીમે ૬૨ વર્ષીય વૃધ્ધ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં ફોન કરી એક ૬૨ વર્ષના વૃદ્ધ મહિલા એકલા છે એવું જણાવેલ. સાથે જ માહિતી આપી હતી કે તેમને ઘરે જવું છે. રાતનો સમય અને વૃદ્ધા એકલા હોવાથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા, કોન્સ્ટેબલ દિવ્યાબેન તેમજ ડ્રાઈવર રમેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

જે પછી વૃદ્ધ મહિલાને મળી તેનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે વૃદ્ધા અને તેમના પતિ બંને બજારમાં ગયા હતા અને તેમના પતિથી વિખૂટા પડી રસ્તો ભૂલી ગયા હતાં. આ વૃદ્ધા ૩ કલાકથી ભટકતા હતાં. વૃદ્ધાએ ટીમને જણાવ્યું કે, મારા પતિ મારા દીકરા બધા મારી ચિંતા કરતા હશે. તમે લોકો મને મારા ઘરે મૂકી જાઓ. વૃધ્ધ મહિલા ગભરાયેલા હોવાથી 181ની ટીમે તેમને સાંત્વના આપી હતી.

જે પછીથી થોડી પૂછપરછ કરતા તેમણે વેરાવળ તાલુકાના એક વિસ્તારનું નામ જણાવ્યું હતું અને તે વિસ્તારમાં જવાથી લોકો પણ આ મહિલાને ઓળખી ગયા હતા. જે પછીથી તેમના ઘરે સહી-સલામત પહોંચાડવામાં આવ્યા હતાં. વૃદ્ધાને ઘરે મૂકી જવા બદલ તેમના પતિ અને પરિવારે ૧૮૧ અભયમની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *