ગુજરાત ભૂમિ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષિય હિરાભાઇ ગોહિલને પ્રધાનમંત્રી આવાસ(શહેરી) યોજનાના લાભ થકી પોતાનું પાકું મકાન બનાવી આજે ત્યાં રહેતા ખૂબ જ હર્ષ અનુભવતા સરકારનો આભાર માની રહ્યા છે હિરાભાઇ જણાવે છે કે, ઝુંપડા જેવા કાચા ઘરમાં પોતાના બાળકો સાથે રહેતા હતા. મોચી કામ કરી મજુરી કરી પોતાનું અને બાળકોનુ ગુજરાન ચલાવતા હતા. કાચા ઝુંપડામાં દરેક સીઝનમાં ખુબ તકલીફ પડતી હતી. ચોમાસામાં વરસાદમાં અનાજ બગડી જયા રાત્રે વરસાદ પડે ત્યારે પલળતા દેસી રહેવું પડે. શીયાળામાં ઠંડીમાં પેરવા ઓઢવા ઓછુ હોય ત્યારે રાત્રે ખુબ તકલીફ પડતી શરીર ઠુઠવાઇ જાય. અને ઉનાળામાં દિવસે ગરમીમાં કેવી રીતે પતરાની છત નીચે રહેવું તે કેવું દોહલું જીવન જીવવુ પડતું. આ સ્થિતિમાં શહેરી વિસ્તારમાં અમારા માટે પાકા મકાનનો વિચાર ક્યાંથી આવે? મોચી કામથી દિવસના ૧૦૦ થી ૧૫૦ રૂ. મજૂરી મળે. જેમાં ઘરના સભ્યોને ખવડાવું કે ઘર બનાવું ? આ સરકાર અને આપણા વડાપ્રધાન ગરીબોની સ્થિતિ સમજે છે. આ આવાસ યોજના થકી અમારા જેવા ગરીબ લોકોને પાકુ મકાન મળ્યું છે. આ સરકાર અમારી સરકાર છે જેને અમારી વેદનાઓ અને તકલીફોની ખબર છે અમારા જેવા છૂટક મજૂરી કરીને જીવતા લોકો માટે પાકું મકાન સ્વપ્ન હોય છે. પરંતુ એ સ્વપ્ન સાચું થશે એની ક્યારેય ખબર ન હતી. સરકારની આર્થિક સહાય દ્વારા આજે અમે અમારું પાકું મકાન બનાવી બાળકો સાથે શાંતિથી જીવી શકીએ છીએ જે સરકારને આભારી છે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર.

