Read Time:10 Minute, 23 Second
ગુજરાત ભૂમિ, અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે અટલ બિહારી બાજપાઈના નામ પર અટલ ટીંકરીંગ લેબના નામ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇનું એક સ્વપન રહ્યું છે કે, રાષ્ટ્રના વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે અને દેશ ટેકેનોલોજીનું એક ઉદ્દભૂત હબ બને તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ગણપત વિશ્વવિધાલય ખાતે આયોજીત અટલ વર્કશોપમાં જણાવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, કે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસ માટે થાય તે જરૂરી છે,જે માટે આ ટીંકરીંગ લેબ નાના બાળકોની જિજ્ઞાસાઓને સંતોષવાનું કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોના દિમાગમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપી ડિઝાઇન માઇન્ડસેટ, કોમ્પ્યુટેશનલ થિંકિંગ, એડપ્ટિવ લર્નિંગ, ફિઝિકલ કમ્પ્યુટિંગ વગેરે જેવી કૌશલ્યો કેળવવા માટે આ વર્કશોપ ભવિષ્યમાં ખુબજ ઉપયોગી સાબિત થવાનો છે. આરોગ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ATL એ એક એવુ કાર્યક્ષેત્ર છે જ્યાં યુવા દિમાગ તેમના વિચારોને ડુ-ઇટ-યોર સેલ્ફ મોડ પર હાથ દ્વારા આકાર આપી શકે છે. આ ઉપરાંત નાના બાળકોને STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ની વિભાવનાઓને સમજવા માટે સાધનો અને સાધનો સાથે કામ કરવાની તક ATL થી મળી રહી છે આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે બાળકની કુતુહલતા,જીજ્ઞાસાની સમાધાનનું પ્લેટફોર્મ ATL બન્યું છે.આ વર્કશોપથી વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવાનું કામ “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન” થી થવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે આજે બાળક દુનિયા સાથે જોડાયો છે. જેથી બાળકની શક્તિની પીછાણી તેને પ્લેટફોર્મ આપી આગામી સમયમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થવાનુ છે. આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ATL થી ભારત નવા યુગમા પ્રયાણ કરી રહી છે. આજે રાજ્યમાં સૌ પ્રથમ વાર આયોજીત વર્કશોપ “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન” થકી વહીવટીતંત્રેએ જોડવાનું કામ કર્યું છે.બાળકો,યુવાનોના મનમાં આવેલા પ્રશ્નોના સમાધાનની ચાવી “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન” છે.આગામી સમયમાં “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન” રાજ્યમાં લાગુ થાય તેવા પ્રયત્નો થકી બાળકોની જીજ્ઞાસાને જીતવાનું કામ મહેસાણા દ્વારા થયું છે તેમ જણાવ્યું હતું જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતુ કે “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન” થી વિધાર્થીઓની સુષુપ્ત સર્જનાત્મક શક્તિઓ બહાર લાવી તેઓને રસ્તો દર્શાવવાનું કામ સૌના સાથ અને સહકારથી કરવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીનું સ્વપન રહ્યું છેકે આગામી આઝાદીના 100 વર્ષ એટલે 2047 સુધીમાં ભારત સ્ટાર્ટઅપ નેશન બને, અને વિશ્વના સૌથી વધુ સ્ટાર્ટઅપ ભારતમા થાય. કલેકટર નાગરાજને વધુમાં જણાવ્યું હતું કે યુવાનોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરૂ પાડવાનું અમારૂ કર્તવ્ય છે, જે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન થકી પુરૂ થવાનુ છે. તેમણે જણાવ્યું હતું કે મહેસાણાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે જેનો યુવાનોએ પુરેપુરો લાભ લેવાનો છે. કલેકટર નાગરાજને વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ વિચારને જ્યાં જરૂર હોય ત્યાં મુકવો એટલે ઇનોવેશન, અને ઇનોવેશન એટલે રાઇટ ટેકનોલોજી, સમસ્યાનું સોલ્યુશન ઇનોવેશન છે.ઇનોવેશન થકી જિલ્લો,રાજ્ય અને રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવા સૌનો પ્રયત્ન જરૂરી છે તેમ જણાવ્યું હતું કલેકટરએ ઉમેર્યુ હતુ કે શિક્ષકોએ બીજ વાવવાનું કામ કરવાનુ છે. જેનું વળતર રાષ્ટ્રને આગામી 25 વર્ષમાં મળવાનુ છે.શિક્ષકોએ બાળકો અને યુવાનોને પ્રોત્સાહન આપી તેમનામાં નાવીન્યતા લાવવાનું કામ કરવાનું છે.તેમણે ઉમેર્યું હતું કે સ્ટુન્ડ સ્ટાર્ટઅપ પોલીસમાં સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે. યુવાનો નાના નાના વિચારોને ઇનોવેશન થકી સ્ટાર્ટઅપ કરે તે માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન થકી થવાનું છે. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશનનું વળતર લાંબા સમય બાદ મળવાનુ છે. મહેસાણા ગણપત વિશ્વ વિધાલય ખાતે આયોજીત વર્કશોપમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છે આપણા સૌના માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતુ કે આ ભૂમિની હવામાં જ સ્ટાર્ટઅપ છે, યુવાનોએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું આઇ હબના સી.ઇ.ઓ હીરણ્ય મહંમતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરાકારે ઇનોવેશન પોલીસી અંતર્ગત વિધાર્થીઓ માટે રૂપિયા 60 કરોડની જોગવાઇ કરી છે. કોઇપણ વિધાર્થીને વિચાર પર કામ કરવા માટે રૂપિયા 20 હજાર આપવામાં આવે છે.આ ઉપરાંત પેટર્ન ફાઇલ કરવા માટે પણ વિશેષ જોગવાઇ છે.તેમણે ઉમેર્યું હતું કે જરૂરીયાત માતા અને સર્જનાત્મક પિતા છે અને જરૂરીયાત અને સર્જનાત્મકતાથી નવીન પ્રેરણા મળે છે. મહેસાણા જિલ્લો સૌ પ્રથમ અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન થકી આગળ વધી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છેકે અટલ મિશન અંતર્ગત એટલ ટેન્કરીંગ લેબની શરૂઆત પુર્વ પ્રધાનમંત્રી બાજપાઇની યાદમાં દેશના પ્રધાનમંત્રીએ કરી છે.

