Read Time:53 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે ૧૧(અગીયાર) માસની મુદ્દત માટે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા ઉપર નિમણૂંક કરવાની છે. આ અંગેના અરજીઓ નિયત લાયકાતો/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૫/૦૬/૨૦૨૩ ના રોજ ૧૭.૦૦ કલાક સુધીમાં મંગાવવામાં આવે છે. કરાર આધારિત કાયદા સલાહકારની જગ્યા માટેનું અરજી ફોર્મ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા નિમણૂંકની બોલીઓ અને શરતો અંગેની માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે.
