ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
વેરાવળ પંથકની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ લગ્નજીવનના થોડાં સમય બાદ યુવતીને સાસુ – સસરા દ્રારા સામાન્ય બાબતમાં બોલચાલ કરી ઝઘડા કરી ત્રાસ અપાતો. આ દરમિયાન યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ જેના કારણે પતિ દ્રારા માનસિક ત્રાસ વધતા કંટાળી યુવતીએ પિયરમાં પિતાને ફોન કરી સાસરિયામાં ત્રાસ અપાતો હોવા અંગેનું જણાવ્યું હતુ. ત્યારબાદ પિયરમાં જઈને યુવતી પિતા સાથે ઝઘડો કરતા હોવાથી યુવતીના પિતાએ ઘર છોડી જવા જણાવેલ. તેથી યુવતી પતિની શોધમાં ઘર છોડી ચાલી નીકળેલ અને 181મહીલા હેલ્પલાઇનની મદદ માગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇન વેરાવળથી કાઉન્સેલર દાફડા અંજના, કોન્સ્ટેબલ ડોડીયા અલ્પાબેન તેમજ પાયલોટ સાથે ટીમ યુવતી પાસે દોડી ગયેલ. યુવતીએ જણાવેલ કે તેમને તેમના પતિ પાસે જવું છે પરંતુ તેમને કોઈ સ્વીકારવા તૈયાર નથી. 181 ટીમ યુવતીને સાથે લઈ જઈ પતિનાં ઘરે પહોચી અને સાસરીપક્ષને મળી કાઉન્સેલીંગ કરી પતિને સમજાવેલ અને યુવતીના પિતાને ફોન દ્રારા સમજાવેલ એમ બન્ને પક્ષો યુવતીને અપનાવવા રાજી થયા. આમ 181 અભયમ ટીમ દ્વારા યુવતીનું પરિવાર સાથે મિલન કરાવાયુ.

