ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની મિટિંગ યોજાઈ

Views: 92
0 0

Read Time:3 Minute, 6 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

      જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને રૂરલ વોટર સપ્લાય (જનરલ) ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (ડી.ડબલ્યૂ.એસ.યુ-વાસ્મો) સમિતિ ગીર સોમનાથ અમલીકરણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નળ કનેક્શન, પીવાના પાણીની સમસ્યાઓ અને તેમને નિવારવાની સ્ટ્રેટેજી, મરામત અને નિભાવણી, આંતરિક પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા, વિલેજ રૂરલ વોટર સપ્લાય વગેરેના અમલીકરણ અને સંચાલન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મિટિંગમાં જિલ્લામાં લોક ભાગીદારીનાં ‘ઈન વિલેજ રૂરલ વોટર સપ્લાય ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી’ કાર્યક્રમમાં ગામો જોડાઈને પોતાનાં ગામે પીવાનાં પાણીની હયાત વ્યવસ્થામાં નવીનીકરણ તથા સુધારાવધારા કરવા સુત્રાપાડાના લાટી, તાલાળાના બામણાસા તેમજ ઉનાનાં પાલડી અને ઓલવાણ તેમજ કોડીનારના ગીરદેવળી એમ ૦૫ નવા ગામોની યોજના ફાઈલોને તાંત્રિક મંજૂરીઓ આપવામાં આવેલ. 

જ્યારે ગીર સોમનાથ જિલ્લા માટે ‘સ્વજલધારા’ કાર્યક્રમ હેઠળ આજદિન સુધીમાં જિલ્લાના કુલ ૩૮૦ ગામો પૈકી કોડીનારમાં ૬૦, સુત્રાપાડામાં ૪૬, તાલાલામાં ૪૫, વેરાવળમાં ૫૩ તેમજ ઉનાના ૯૨ અને ગીરગઢડાના ૪૫ એમ ૩૪૧ ગામમાં રૂ. ૨૮ કરોડ ૧૬ લાખ ૯૦ હજારની કિંમતની કુલ ૪૦૯ યોજનાઓ મંજૂર થયેલ છે. જેમાંથી ૩૦૫ યોજનાઓ પૂર્ણ થયેલ છે અને ૭૭ યોજનાઓ પ્રગતિ હેઠળ છે તેમજ કેન્દ્ર સરકારના ‘જળ જીવન મિશન’ તળે ‘નલ સે જલ’ કાર્યક્રમ હેઠળ વાસ્મો દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોમાં ગામ તળના સઘળા ઘરોને નળ જોડાણ વડે આવરી લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.

આ મિટિંગમાં વાસ્મો યુનિટ મેનેજર, ડેપ્યુટી મેનેજર  એમ.બી.બલવા, વાસ્મો અધિકારી કાર્યપાલક ઈજનેર વી.વી.કારિયા, ડીસી અલકાબહેન મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.કે.વાજા સહિત સંબંધિત જિલ્લા પંચાયત કર્મચારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *