ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૨૪ આવાસોનુ ઇ-લોકર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

Views: 96
0 0

Read Time:3 Minute, 49 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

            ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ૧૦૨૪ આવાસોત્સવ ઇ-લોકાર્પણકરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રુ ૨૪૫૨ કરોડ રુપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં તરસમીયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત ૧૦૨૪ આવાસોનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેવાડાના માણસો પોતાના ઘર ના ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. આશરે ૫૨.૫૭ કરોડ નાંખર્ચે તૈયાર થયેલ  આવાસ યોજના દ્વારા તૈયાર થયેલ આવાસ મધ્યમ વર્ગનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. છેવાડાના માણસ થી લઈ મોટા ઉદ્યોગપતિ સુધીના તમામ લોકો માટે સરકાર દ્વારા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ તકે ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા એ જણાવ્યું હતું કે,ઘર નાં ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર એટલે અમૃત આવાસોત્સવ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી આ યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર ગુજરાતને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા માટે આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેથી નાના અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી આવાસો ઉપલબ્ધ કરાવાય છે. આ આવાસોમાં પાયાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું કે, અમૃત આવાસ યોજનાનો પ્રસંગ એટલે ઘર ના ઘર નું સ્વપ્ન. જેને પૂરું કરવા જિંદગી ભર ની કમાઈ ખર્ચાઈ જાય છે. તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અનેક આવાસ યોજનાઓ થકી લાખો લોકોને ઘરના ઘર મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તમામ લોકોને પોતાના ઘર નું ઘર મળે તે માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે.

          આ આવાસોત્સવનાં પ્રસંગે સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, પૂર્વ મંત્રી આર.સી.મકવાણા, અભયસિંહ ચૌહાણ, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, કલેકટર આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, રીજ્યોનલ મ્યુનિસિપલ કમિશ્નર પી. જે. ભગદેવ સહિત વિસ્તારનાં કોર્પોરેટરઓ સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *