ઉનાળામાં ઉંચા તાપમાન વખતે શું કાળજી રાખવી ?

Views: 77
0 0

Read Time:2 Minute, 34 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે શહેરીજનોને માહિતી જાહેર કરતી મનપાની આરોગ્ય શાખા

વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે.

લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે.

આ અસરોમાં,

ü   શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો.

ü   ખુબ તરસ લાગવી.

ü   ગભરામણ થવી.

ü   ચક્કર આવવા.

ü   શ્વાસ ચઢવો.

ü   હૃદયના ધબકારા વધી જવા.

શહેરી વિસ્તારોમાં લેબર વર્ક કરતા તથા તડકામાં કામ કરતા વ્યક્તિઓમાં ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.

Ø સન સ્ટ્રોક (લુ)થી બચવા જાહેર જનતાને નીચે મુજબની બાબતો અચુક કરવી જોઈએ.

  • તડકામાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.
  • ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
  • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
  • દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું  જોઈએ.
  • ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
  • ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
  • માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તાત્કાલિક નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, દવાખાના કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખા દ્વારા જનહિતાર્થે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *