0
0
Read Time:1 Minute, 1 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય અને ડો બરૂઆના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકા ખાતે કોડીનારની આશાવર્કર્સ બહેનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.દીપક પરમાર દ્વારા ટીબી, રક્તપિત, એચઆઈવી, આભા કાર્ડ તેમજ એસબીસીસી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ મિટિંગમાં તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર પઢિયાર તેમજ ડો. કામળિયા અને DSBCC ટી. આઇ.શેખ, તાલુકા સુપરવાઇઝર બારડભાઈ, STS અજીતભાઈ ચાવડા, STLS જોષીભાઈ, PHC સુપરવાઇઝર રમેશ ભાઇ, MPHW તેજસ ભાઈ વગેરે આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.