રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજનાના MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ ખાલી આવાસો ફાળવવા માટે તા. ૦૨/૦૫/૨૦૨૩ થી તા. ૦૨ /૦૬/૨૦૨૩ સુધીમાં અરજી કરી શકાશે

Views: 99
0 0

Read Time:3 Minute, 37 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

           રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણાધીન MIG પ્રકારનાઆવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસની  ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક,રાજકોટ શહેરની નીચે મુજબ ની જુદીજુદી શાખાઓ માંથી તા. ૦૨/૦૫/૨૦૨૩ થી તા. ૦૨ /૦૬/૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી વિગતો ભરીને તા.૦૮/૦૬/૨૦૨૩ સુધીમાં પરત કરી શકશે.

જયહિન્દ શાખા:જયહિન્દ પ્રેસ એનેક્ષી, શારદા બાગ સામે, ધરમ સીનેમાં પાસે, રાજકોટરણછોડ નગર શાખા :આઈસ ક્યુબ હાઉસ, ૧૦, રણછોડ નગર, પાણી ઘોડા પાસે, પેડક રોડ, રાજકોટનિર્મલા રોડ શાખા :ગ્રાઉન્ડફર્સ્ટ ફ્લોર, સુપાર્શ્વ એપાર્ટમેંટ, નાગરિક બેન્ક સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટ
ગોંડલ રોડ શાખા :વિત્ત ભવન, યુનિયન બેંક સામે, ગોંડલ રોડ, રાજકોટમવડી રોડ શાખા :ગ્રાઉન્ડ ફ્લોર, કૃતી ઓનેલા, આંબેડકર ચોક પાસે, મવડી, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટનાણાવટી ચોક શાખા :નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડરાજકોટ

જે અરજદાર ની કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખથી રૂ.૭.૫૦ લાખ સુધી હોય અને સમગ્ર ભારતમાં પોતાનું ઘરનું ઘર ધરાવતા ન હોય તેવા કોઈ પણ અરજદારઓ ઉપરોક્ત નિયત કરેલ બેન્કની કોઇપણ બ્રાન્ચમાંથી રૂ.૧૦૦/- ની ફોર્મ ફી(નોન રિફંડેબલ) ચૂકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારશ્રીએ નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા.૦૮/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેન્કની નિયત શાખાઓમાં ડિપોઝીટ ની રકમ, રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રિફંડેબલ, સાથે જમાં કરવાનું રહેશે.

આવાસની સુવિધામાં ત્રણ રૂમ, એક હોલ, રસોડું, સંડાસ, બાથરૂમનો સમાવેશ થાય છે જેનો કાર્પેટ એરિયા(અંદાજીત) ૬૦.૦૦(ચો.મી.) હશે. આવાસની કિમત રૂ.૧૮.૦૦લાખ (અઢાર લાખ) રહેશે.

મુદત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણીનો “ઈ-ડ્રો” કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો માટે રૂડા કચેરીના ફોન નં.૦૨૮૧૨૪૪૦૮૧૦પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *