Read Time:1 Minute, 6 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા. ૨૭/૦૪/૨૦૨૩ પશ્ચિમ ઝોનના વોર્ડ ન. ૦૯માં આવેલ રૈયા ગામ સવન એપા. પાસેના વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમા જે.સી.બી- ડ્મ્પર દ્વ્રારા અંદાજીત ૪૦ ટન ગાર,કચરો ઉપાડેલ છે.
રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર તેમજ પશ્ચિમ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવરનાં માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી

