Read Time:1 Minute, 19 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના મિલનરૂપી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં સહભાગી થવા કેન્દ્રિય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલ આજે ગીર સોમનાથ જિલ્લાના મહેમાન બન્યા છે. કેન્દ્રિય મંત્રીએ સૌપ્રથમ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે વિધિવત ભગવાનની સોમેશ્વર મહાપૂજા તથા ધ્વજ પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા.
તેમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ પ્રવાસનમંત્રી શ્રીમુળુભાઈ બેરા તથા સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ પૂજન વિધિમાં સામેલ થયા હતા. મહાપુજા બાદ મહાનુભાવોએ ધજા ચડાવીને શિખર પર ધજાને વંદન કર્યા હતા.