એક વર્ષથી ઉપરનાં જન્મ/મરણનાં બનાવોની નોંઘણી માટેની જોગવાઇ અંગેનું જાહેરનામું બહાર પાડટા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ

Views: 99
0 0

Read Time:2 Minute, 0 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

      જન્મ અને મરણ નોંધણી કાયદો ૧૯૬૯ ની કલમ(૩)૧૩ થી એક વર્ષથી ઉપરનાં જન્મ/મરણનાં બનાવોની નોંઘણી માટે જન્મ અથવા મરણનાં ખરાપણાની ખાતરી કર્યા પછી નોંઘણી માટેની જોગવાઇ અન્વયે સરકારશ્રીનાં આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગરમાં તા.૩૦/૦૮/૨૦૧૬ ના પત્રથી રાજ્ય સરકાર દ્વારા “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો” યોજના હેઠળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ- પ્રાંત અધિકારીને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવેલ. જે અન્વયે અરજદારો દ્વારા જન્મ/મરણની વિલંબિત નોંઘણી માટે જન્મ અને મરણ નોંધણી કાયદો ૧૯૬૯- ની કલમ- ૧૩ ની પેટા કલમ-(૩) થી એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે હુકમ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ છે. પરંતુ અરજદારોને જન્મ/મરણની વિલંબિત નોંઘણી માટે પ્રાંત કચેરી સુધી જવાને બદલે મામલતદાર કચેરીએથી જ આવા હુકમો મળી રહે તે બાબત વિચારણામાં લેતાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. આથી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા સરકારનાં આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગરનાં તા.૩૦/૦૮/૨૦૧૬ ના પત્રથી મળેલ સત્તાની રૂઇએ એક વર્ષથી ઉપરના જન્મ/મરણના બનાવોની નોંઘણી માટે હુકમ કરવાની સત્તા ભાવનગર સબ ડિવીઝનમાં સમાવિષ્ટ તાલુકાઓના મામલતદાર ૧) સીટી મામલતદારશ્રી, ભાવનગર ૨) મામલતદાર, ભાવનગર ગ્રામ્ય તથા ૩) મામલતદાર, ઘોઘાને એનાયત કરવા હુકમ કરવામાં આવેલ છે. આ હુકમની અમલવારી તા.૦૧/૦૪/૨૦૨૩ થી કરવાની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *