ગુજરાત ભૂમિ, રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૮/૦૩/૨૦૨૩ના વોર્ડ નં. ૪, ૬ અને ૧૫માં કામ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામા સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો જેમાં ૩૮થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ઈસ્ટ ઝોનમાં ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટાફ તથા કોર્પોરેટરના સંકલનથી વોર્ડ નં.૦૪માં રાજ રેસીડેન્સી-૫ની સામે રાજ રાજેશ્વર મંદિર તથા વોર્ડ નં.૦૬માં આંબાવાડી સોસાયટી, રામજી મંદિર વિસ્તારમાં અને વોર્ડ નં.૧૫માં આંબેડકરનગરમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોર્પોરેટરઓ તથા વોર્ડ નં.૦૪માં સુનિલભાઈ બી. પરમાર તથા વોર્ડ નં.૦૬નાં વર્ક આસીસ્ટન્ટ ભાવેશભાઈ સરધારા તથા તૃપ્તેશભાઈ વસાવા તેમજ વોર્ડ ૧૫નાં વોર્ડના નાયબ કાર્યપલક ઈજનેર બીપી વાઘેલા, કલ્પેશ રાઠવા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, સાગર ભટ્ટી વર્ક આસિસ્ટન્ટ, અધિક મદદનીશ ઇજનેર, વર્ક આસીસ્ટન્ટ પ્રશાંતભાઈતથા વર્ક આસિસ્ટન્ટ તૃપ્તેશ્વર હાજર રહી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં આજ રોજ વોર્ડ નં.૦૪માં આશરે ૧૫ તથા વોર્ડ નં.૦૬માં આશરે ૨૭ અને વોર્ડ નં. ૧૫માં આશરે ૨૧ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે.
