જિલ્‍લા /પેટા તિજોરી કચેરીઓ સહિત એસબીઆઇની સહિતની બેન્‍કીંગ શાખાઓ  તા.૩૧ માર્ચના  સાંજે ૬.૧૦ વાગ્‍યા પછી પણ લેવડ દેવડનું કામકાજ ચાલુ રાખવાનું રહેશે

Views: 91
0 0

Read Time:1 Minute, 50 Second

ગુજરાત ભૂમિ, ભુજ

જિલ્‍લા કલેકટર દિલીપ રાણાએ એક આદેશ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૩, શુક્રવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી અને ૬.૧૦ પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે 

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સમાપ્‍તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બીલો/ચેક્સ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-૨૦૦૦ના નિયમ ૩૦૫ અને તા.૧૭/૪/૧૯૯૮ના ઠરાવ અન્‍વયે આદેશ કરવામાં આવ્યો છે.  

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર  શાખાઓ)  અને બેંક ઓફ બરોડા રાપર સહિત સરકારી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ ચાલુ રાખવા સંબંધિત બ્રાંચ મેનેજર્સને  ટ્રેઝરી ઓફિસરના પરામર્શમાં રહી ૩૧/૦૩/૨૦૨૩ના ૬.૧૦ અને પછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *