Read Time:1 Minute, 18 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
વેરાવળના ભિડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલ ભીડીયા વિસ્તારની સરકારી કન્યા શાળામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમીનારમાં સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્રની ટીમ સહભાગી થવાની સાથે દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલાઓને સંકટ સમયમાં કઈ રીતે સલામતી અને સુરક્ષા મળી રહે તે અંગે સમજણ આપી પોતાના વિભાગ તેમજ મહિલાલક્ષી યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સેમીનારમાં નગરસેવક ચંદ્રિકાબેન સિકોતરીયા, દિપીકાબેન કોટીયા, મહિલા સહાયતા કેન્દ્રના રશીલાબેન કરગથિયા, શાળાના આચાર્ય લાલવાણી અને ૩૦૦ વધુ દિકરીઓ સહભાગી થઈ હતી