ગુજરાત ભૂમિ, રાજકોટ
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે શાસ્ત્રી નગર શાક માર્કેટ, પંચવટી મેઈન રોડ અતિથી ચોક, સાધુ વાસવાણી રોડ, સત્ય સાઈ રોડ, બાલાજી હોલ, મવડી ચોક વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, હોકર્સ ઝોન દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્લાસ્ટિક કેરી બેગ્ઝ જપ્ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
જપ્ત કરેલ પ્રતિબંધીત પ્લાસ્ટીક (K.G.) | વસુલ કરેલ વહીવટી ચાર્જ | વહિવટી ચાર્જ વસુલ કરેલ કુલ આસામીની સંખ્યા |
૫.૫૦ (કીલો) | ૭૦૫૦/-રૂપીયાઅંકે રૂપીયા સાત હજાર પચાસ પુરા | ૨૧ |
ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર અમિત અરોરાના આદેશ અન્વયે નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં આસી. ૫ર્યાવરણ ઇજનેરરાકેશ શાહ, સેનેટરી ઓફિસર મૌલેશ વ્યાસ ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર જાદવ નવીનચંદ્ર, નિલેષ ડાભી, મનોજ વાઘેલા, કેતન લખતરીયા, પિયુષ ચૈાહાષ, કૈાશિક ઘામેચા, તથા એેસ.એસ.આઇ ચાવડાભાઈ, બારોટ ભાઈ, ઉદયસિંહ, ઉપાધ્યાયભાઈ, વિશાલ કાપડિય, નીતિનભાઈ, વિમલભાઈ દ્વારા કરવામાં આવેલ છે.