શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની મદદથી સુરતના પાસોદરાની જન્મથી મૂકબધિર બે વર્ષની દિકરી પંથી પોશિયાનું ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન

Views: 46
0 0

Read Time:3 Minute, 0 Second

ગુજરાત ભૂમિ, સુરત

           રસ્તા ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પોતાનો કાફલો રોકી તુરંત હોસ્પિટલ પહોંચાડવા, સરકારી શાળાઓના ગંદા બાથરૂમ-ટોઈલેટને જાતે જ સાફ કરવા કે પછી શાળાના બાળકો સ્વચ્છતાની ટેવ કેળવે એ માટે તેમના વધેલા નખ કાપવા જેવા કાર્યોથી આમ જનતામાં લોકપ્રિય બનેલા યુવા શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયાની સંવેદનશીલતાનો પરિચય ફરી એક વાર સામાન્ય નાગરિકોને થયો છે. મંત્રીની મદદથી સુરતના પાસોદરાની ૨ વર્ષની નાનકડી પંથી પોશિયાનું ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન થયું છે. કામરેજના પાસોદરામાં રહેતા મનિષભાઈ પોસિયાની ૨ વર્ષીય પુત્રી પંથી જન્મથી મૂકબધિર અને શારિરીક દિવ્યાંગતા હોવાથી તેનું ઓપરેશન કરાવવું આવશ્યક હતું. આ પરિવારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૧૦ થી ૧૨ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું.

જે મધ્યમવર્ગીય પોશિયા પરિવારને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. એક જાગૃત્ત નાગરિક મારફતે આ વાતની જાણ થતાં જ મંત્રીએ સરકાર તરફથી મળતી તમામ મદદ માટેની બાંહેધરી આપી અને બાળક માટે જે કંઈ થઈ શકે તે માટે સહયોગ આપવાની તત્પરતા બતાવી અને પિતા મનિષભાઈને હિંમત રાખવા કહ્યું હતું. મંત્રીએ ગાંધીનગરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે જરૂરી વ્યવસ્થા કરાવી નિષ્ણાત તબીબ ડો.નીરજભાઈ, ડો.શોભાનાબેન ગુપ્તા, ડો.ભારતીબેનની ટીમે વિનામૂલ્યે ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન કર્યું હતું. માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વ્યક્તિગત રસ લઈને ત્વરિત સહાય પૂરી પાડી. માસૂમ નાનકડી પંથી સરકારની ‘વ્હાલી દિકરી’ બની ગઈ છે. રાજ્ય સરકારની ત્વરિત સહાયથી પંથીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન શક્ય બન્યું. મા જગદંબા સ્વરૂપ દીકરી પંથીની ઝડપી રિકવરીની પ્રાર્થના કરી અને તેનો મીઠો કલરવ આખા ઘરમાં ગુંજી ઉઠે એવી ભાવના વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *