રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ “રૂડા” બોર્ડ બેઠકમાં કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી અપાઈ

Views: 50
0 0

Read Time:4 Minute, 41 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

           રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૪-૦૩-૨૦૨૩ના રોજ ૧૬૮મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૩૭.૪૧ કરોડની આવક સામે રૂા.૨૩૦.૧૦ કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવેલ જેમાં રૂ.૨૧૦.૯૯ કરોડના મૂડીગત ખર્ચ, ૧૨ કરોડના રેવન્યુ ખર્ચ તથા ૭ કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છે.

v  નવા બજેટમાં અનેક પ્રકારનાં માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. જેમા

v  રસ્તા અને બ્રિજના કામો માટે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા

Ø  માળખાકીય સુવિધામાં રોડના કામો માટે રૂ.૧૧૯.૯૦ કરોડનાખર્ચની આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  આ ઉપરાંત સ્ટ્રીટલાઇટના કામો માટે ૫.૪૩ કરોડ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૫૨.૯૫ કરોડ અને PMAYમાં રૂ.૨૩ કરોડના આગામી વર્ષમાં ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

Ø  કાંગશીયાળી અને મનહરપુર-રોણકી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામો માટે આગામી વર્ષમાં રૂ.૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  મંજૂર થયેલ ડ્રાફ્ટ ટી.પી. વિસ્તારોમાં મનહરપુર-રોણકી, સોખડા-માલીયાસણ અને વાજડી-વડના ટી.પી. રસ્તાઓ માટે ડામર રસ્તાઓના રૂ.૧૫ કરોડ અને મેટલીંગના રસ્તાઓ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. વિગતવાર પત્રક સામેલ છે.

Ø  રીંગ રોડ-૨ બેડી-મોરબી રોડ થી જામનગર રોડ તરફના રસ્તા માટે આગામી વર્ષ માટે રૂ. ૨૦ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવેલ છે.

Ø  રીંગ રોડ -૨માં પાળ રોડ થી ગોંડલ રોડ અને ગોંડલ રોડ થી કુવાડવા રોડ તરફના રોડને ૪-માર્ગીય રોડ બનાવવા માટે રૂ.૩૦ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  બેડી-માલીયાસણ રીંગ રોડ-૧ના હયાત રોડના મજબુતીકરણ માટે રૂ.૧૮ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  RMC વિસ્તાર થી રીંગ રોડ-૨ને જોડતા રેડીયલ રોડ બનાવવા માટે રૂ.૮ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  રૂડા વિસ્તારના નાકરાવાડી, દેવગાં અને રતનપર ગામો માટે ભૂગર્ભ ગટર યોજનાના આયોજન માટે રૂ.૧.૫૦ કરોડની તથા અન્ય જરૂરીયાત મુજબના ગામો માટે ૧ કરોડના ખર્ચના કામોની  જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  રૂડા વિસ્તારના ખોખલડલ, પરા-પીપળીયા, નાકરાવાડી અને મનહરપુર-રોણકી અને હરીપર પાળ તથા અન્ય જરૂરીયાત અન્વયેના ગામો માટે સ્ટ્રીટલાઇટના  કામો માટે રૂ.૧ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.

Ø  મેટોડા થી ખીરસરા રોડ પર સ્ટ્રીટલાઇટના કામો માટે રૂ.૨ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.

આમસત્તામંડળ દ્વ્રારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે રકમ રૂ.૧૮૫.૭૫ કરોડના વિકાસ કામો બજેટમાં સમાવિષ્ટ કરેલ છે.

આ બોર્ડ બેઠકમાં રૂડાના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, રિજિયોનલ કમિશ્નર(નગરપાલિકાઓ) ધીમંતકુમાર વ્યાસ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, રૂડાના સી.ઈ.એ. રાજેશકુમાર ઠુમ્મર, કલેકટરના પ્રતિનિધિ તરીકે આર.એલ. ચૌહાણ,મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે ડી.એસ.પાઠકતથા RMCના સીટી એન્જી. એચ.યુ. દોઢીયા હાજર રહેલ હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *