ખોડીયાર માતાજી મંદિર રાજપરા ખાતે આગામી તા.૨૬ નાં રોજ શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૨-૨૩નું આયોજન

Views: 82
0 0

Read Time:2 Minute, 23 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

           રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ ખોડીયાર મંદિર, જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યઓ સર્વે જીતેન્દ્રભાઈ વાઘાણી, સુ સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ અને શંભુનાથ ટુંડિયા તથા અન્ય પદાધિકારીઓ અને વહીવટીતંત્રનાં અધિકારીઓ હાજર રહેનાર છે. આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ જેમ કે, માતાજીની દેવીસ્તુતિ, પ્રાચીન ગરબો, મિશ્ર રાસ, હુડો, ઝૂમખો, ખડાવળ નૃત્ય, તલવાર રાસ, મણિયારો રાસ જેવી કૃતિઓ અલગ-અલગ કલાવૃંદોની ટીમો રજૂ કરશે તથા આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાશે. જેમાં પ્રસિધ્ધ લોકડાયરા કલાકાર અનુભા ગઢવી અને કિશોરદાન ગઢવી પોતાની કલા રજૂ કરશે. આ આખા કાર્યક્રમના સૂત્રધાર (ઉદઘોષક) મિતુલ રાવલ રહેશે. આ કાર્યક્રમમાં ભાવનગરની જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા પાઠવવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *