નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ-ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે, અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી

Views: 84
0 0

Read Time:1 Minute, 41 Second

ગુજરાત ભૂમિ, અમદાવાદ

         ગુજરાતની સૌથી જૂની સુપ્રસિધ્ધ નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ- ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સુ સિધ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું. દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજા પરમવીરસિંહજી પરમાર અને પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા “વસંતના વધામણાં” કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તા.૧૮ અને ૧૯ એમ બે દિવસ દાંતા- અંબાજીના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી કરી એને દેશ અને દુનિયા સમક્ષ મુકવાના પ્રયાસો કરશે. દાંતા- અંબાજી વિસ્તારની અદ્દભૂત ફોટોગેલેરી તૈયાર કરવા માટે નિહારીકા ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે તેમ આ સંસ્થાના પ્રમુખ વ્રજ મિસ્ત્રી અને સંયોજક એહમદ હાડાએ જણાવ્યુ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *