રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ પર વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

Views: 90
0 0

Read Time:3 Minute, 39 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

       ભાવનગરમાં નારી ગામ પાસે સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી કરવામાં હતી. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ કવિતા ના માધ્યમથી લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૧ માર્ચ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ’ ઉજવવામાં આવે છે. ભાવનગર ના યુવાનો માં વૈજ્ઞાનિક અભિગમ ની અભિવ્યક્તિ કવિતાના માધ્યમ થી કરવાના હેતુ થી આરએસસી ભાવનગર દ્વારા STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો ઉપર કવિતા ના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં યુવા કવિઓ એ વિવિધ ભાષા માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી હતી. આ કાર્યક્રમ માં ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિમિતે શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ભાવનગર ના વિદ્યાર્થીઓ, સ્વામીનારાયણ મંદિર ના વિદ્યાર્થીઓ, સામવેદ સ્કુલ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિશેષ રૂપ થી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ભાવનગરના પ્રોફેસર ડૉ.વિજય ઘોરી, ડૉ. હર્શુલ પરીખ, ડૉ. મનીષ ઉપાધ્યાયએ વિવિધ કવિતા ની રજૂઆત કરી હતી. સાથે-સાથે વિદ્યાર્થીઓ એ પણ પોતાની કૃતિ રજુ કરી હતી. સ્વામીનારાયણ પ્રાથમિક શાળા ફુલસરનો વિદ્યાર્થી બ્રિજેશ સોલંકી અને વિદ્યાસાગર સ્કુલ નો વિદ્યાર્થી ગૌરાંગ હીરાણી દ્વારા ‘કલિયુગ ની દુનિયા માં વિજ્ઞાન’ જેવી મધુરવાણી માં વિજ્ઞાનલક્ષી કવિતાથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આરએસસી ભાવનગરના સ્ટાફ મીનેશ ખારવા દ્વારા ‘મારું સ્વપ્ન’ અને રતન કટકીયા દ્વારા ‘વિજ્ઞાન અને જીવન’ જેવી ખુબ સરસ કવિતાઓ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત બામ્ભણીયા મિતલ , મિલન મકવાણા, કૌશિક પટેલ, મકવાણા યોગેશ, વાઘેલા વિવેક દ્વારા વિજ્ઞાન સમજાવતી કવિતાઓ રજુ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં ૫૦ થી વધારે કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ડો. ગીરીશ કે. ગોસ્વામી પ્રોજેક્ટ ડાયરેક્ટર, રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રીજીનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના સ્ટાફ અદીતીબેન જોષી, રાજદીપસિંહ ઝાલા, જીંકલબેન રાઠોડ, નિમેશ શિયાળ, પ્રણવ પંડ્યા, રાજુભાઈ વાઘેલા, પ્રીતેશ તલાટીદ્વારા કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થી મિત્રો એ ભાગ લીધો હતો તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *