મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે

Views: 96
0 0

Read Time:1 Minute, 18 Second

ગુજરાત ભૂમિ, ભુજ 

              મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આ ‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *