બાગાયતી પાકોમાં રોગ- જીવાતના ઉપદ્રવ ને ડામવા વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સુચવ્યા પગલા

Views: 82
0 0

Read Time:3 Minute, 28 Second

ગુજરાત ભૂમિ, ભુજ

         કચ્છ જિલ્લાના નખત્રાણા તેમજ માંડવી તાલુકાના ખેડૂતો તરફથી ચાલુ વર્ષે બાગાયતી પાકોમાં વેજીટેટીવ, ફ્લાવરીંગ તથા ફળ સેટીંગ જેવી અવસ્થામાં થ્રીપ્સ, માલફોરમેશન, ભૂકીછારો, મધિયો, સ્ટેમ બોરર જેવા રોગ-જીવાતના ઉપદ્રવના કારણે પાક નિષ્ફળ થયેલ હોતા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા બાબતની રજૂઆત કરાતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ અનુંસંધાને વૈજ્ઞાનિકોની ટીમ મોકલવામાં આવી હતી. જેણે સ્થળ મુલાકાત કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માંથી વૈજ્ઞાનિકોની ટીમ બોલાવવામાં આવેલી હતી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ડો. મનીષ પટેલ, સહ પ્રધ્યાપક-બાગાયત વિભાગ, ડો. બી.આર.નાકરાણી, સહ પ્રધ્યાપક-રોગશાસ્ત્ર વિભાગ તથા પ્રકાશભાઈ રબારી, મદદનીશ પ્રધ્યાપક-કીટકશાસ્ત્રે સ્થળ મુલાકાત કરી હતી.

         વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતા આંબાના પાકમાં આવતા રોગ-જીવાત થ્રીપ્સ, સ્ટેમ બોરર (આંબાનો મેઢ), માલફોરમેશન (પુષ્પગુચ્છ), ડાયબેક (ગુંદરીયો) નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું . જે અંગે વૈજ્ઞાનિકો દ્વારા નીચે મુજબની ભલામણ આપવામાં આવી હતી.

થ્રીપ્સનું નિયંત્રણ:

થ્રીપ્સના ઉપદ્રવની શરૂઆત સમયે જ નિયત ભલામણ મુજબ કોઈપણ એક દવા છાંટવી.

લીંબોળીનું તેલ – ૫૦ મીલી/૧૦ લી. અથવા

થાયોમેથોક્ઝામ – ૩ ગ્રામ/૧૦ લી. અથવા

ઈમીડાક્લોપ્રીડ – ૪ મીલી/૧૦ લી. અથવા

સ્પીનોસાડ – ૩ મીલી/૧૦ લી.

માલફોરમેશન (પુષ્પગુચ્છ)નું નિયંત્રણ-

તમામ માલફોર્મડ ફૂલને ૪ ઈંચ હેલ્ધી પાર્ટ સાથે કાપી, બાળીને નાશ કરવો. તેમજ કાપેલ ભાગ પર તરત જ બોડેલ પેસ્ટ લગાવવી.

ડાયબેક (ગુંદરીયો)નું નિયંત્રણ-

ચેપગ્રસ્ત ડાળીને કાપીને બાળી નાખવી અને એ ભાગ પર બોરડેલ પેસ્ટ લગાવવી.

ડાયબેક (ગુંદરીયો)નું નિયંત્રણ –

ચેપગ્રસ્ત ડાળીને કાપી નાખવી તથા હૉલમાં દવા નાખી પેક કરવું.

વધુમાં, બગીચામાં બે ઝાડ વચ્ચે બે ફૂટની જગ્યા હવાની હેરફેર માટે રાખવી જોઈએ.

કચ્છ જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયતી પાકોમાં આવતા રોગ- જીવાતના નિયંત્રણ માટે ઉપરોક્ત ભલામણ મુજબ પગલા લેવા વૈજ્ઞાનિકઓ દ્વારા અનુરોધ કરાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *