સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ ખાતે ક્લોરીન ગેસ લીકેજ માટેની મોકડ્રીલ યોજાઈ

Views: 56
0 0

Read Time:2 Minute, 15 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

          તા. ૧૬/૦૩/૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પૂલ ખાતે ક્લોરીનનાં  સલામત ઉપયોગ માટે વોટર વર્કસ(પ્રોજેકટ) શાખા દ્વારા મોકડ્રીલ યોજવામાં આવેલ. જેમાં કેમિસ્ટ કે.કે.વ્યાસ, ના.કા.ઈ. કે.એલ.જોષી, મ.ઈ. ડી.બી.મોરી, ક્લોરીન એટેંડન્ટ દિપાલીબેન આર. બોરીચા, વર્ક આસીસટન્ટ એ.કે.તરાવીયા તથા ઓપરેટરીંગ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. ફાયરબ્રીગેડ તથા સંલગ્ન અધિકારીઓને જાણ કરતા કેમિસ્ટ અજયસિંહ જાડેજા, એચ.સી.નાગપરા તથા ફાયરબ્રીગેડના સ્ટેશન ઓફિસર આર.એ.જોબન, ફાયરમેન આર.સી.થોરીયા, ધ્રુવ એચ. .ત્રિવેદી વિ. તુરંત સ્થળ પર પહોચી સ્વિમિંગ પૂલ પર લીકેજ બંધ કરી પરીસ્થિતી પર કાબુ મેળવેલ. સમગ્ર ધટના અન્વયે એડી.સિટી ઇજનેર(ઇચા.) કે.પી.દેથરીયા તથા ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

          ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબીત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે તેથી ક્લોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાનગરપાલિકા આ મોકડ્રીલ નુ આયોજન કરવામાં આવેલ. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *