ગુજરાત ભૂમિ, રાજકોટ
અમીન માર્ગ ખાતે આવેલ રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા દર બે મહિને લાઈબ્રેરીના મેમ્બરોની આવશ્યકતા તેમજ અવનવી પ્રકાશિત થતી જુદીજુદી બૂક લાઈબ્રેરી ખાતે મુકવામાં આવતી હોય છે. આજે તા. ૦૭-૦૩-૨૦૨૩નાં રોજ લાઈબ્રેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે લાઈબ્રેરીના મેમ્બરો માટે અવનવી બૂકને પ્રદર્શન માટે મુકવામાં આવી હતી.
રોટરી મીડટાઉન લાઈબ્રેરી ખાતે હાલ ૨૨૦૦૦ થી વધુ બૂક છે તેમજ ૩૦૦૦ થી વધુ મેમ્બરો જોડાયેલા છે. મેમ્બરો માટે અવારનવાર નવી નવી એક્ટીવીટી કરવામાં આવતી રહે છે. આજે મ્યુનિ. કમિશનરના હસ્તે જુદાજુદા વિષયોની કુલ ૩૦૦થી વધુ નવી બૂક પ્રદર્શન માટે મુકવામાં આવી હતી.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરા, રોટરી મીડટાઉન લાઈબ્રેરીનાં ચેરપર્સન દિવ્યેશ અઘેરા, લાઈબ્રેરીનાં કો-ઓર્ડીનેટર નિલેશ ચાંગાણી, રોટરી મીડટાઉન ક્લબનાં પ્રેસિડેન્ટ ધરતીબેન રાઠોડ તથા ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.