ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા જંકશન પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ગાબડું પડવાના ગઈકાલ સમાચાર મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હકીકતલક્ષી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
વધુમાં મેયરએ સબંધક અધિકારીને તપાસ કરવા તેમજ અન્ય ઓવરબ્રિજોની ચકાસણી કરવા જણાવતા વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયરઓ દ્વારા રૈયા જંકશન બ્રિજની તપાસ કરતા જોઇન્ટની જગ્યામાં પોપડુ પડેલ અને આ પોપડુ પડવાથી કોઈ ગંભીર સમસ્યા નથી. બ્રિજ બંધ રાખવો પડે તેવો કોઈ પ્રશ્ન નથી. પડેલ ગાબડું આજરોજ રીપેર કરી આપવામાં આવશે.
વિશેષમાં, મેયરની સુચના અનુસાર અન્ય બ્રિજના જોઇન્ટ ચકાસવાના અનુસંધાને ગઈકાલ રાતના ફાયરબ્રિગેડની મદદથી અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવેલ અને આજરોજ પણ બાકી બ્રિજની ચકાસણી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ પ્રોજેક્ટ ટેન્ડરની શરતો અને ક્વોલિટી મુજબ પ્રોજેક્ટ બને તે માટે અધિકારીઓને તાકીદ કરેલ હતી.