ગુજરાત ભૂમિ, ભાવનગર
આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પોલીસસ્ટેશન નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નંબર- RJ-19-GE-1334 માં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ જેની કુલ કિ.રૂા.૪૦,૮૦૦/- નો તથા ટ્રક ગાડીની કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂા.૫,૦૦૦/- તથા એમ મળી કુલ કિ.રૂ.૧૦,૪૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમમિસરારામ સ/ઓ ડુંગરારામ સૂરતારામ જાતે.જાટ(કાહેવા) ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.કરના, પંચાયત-ચંપા ભાખરી તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) તથા તેની સાથેના વિરેન્દ્ર સ/ઓ દુદારામ દુર્ગારામ જાતે.જાટ(ગોદારા) ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ભુકા ભગતસિંહ, તા.સીણધરી, જિ.બાડમેર(રાજસ્થાન) વાળાઓને પકડી પાડી પકડાયેલ બંન્નેઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પ્રભુભાઈ, હેડ.કોન્સ., ત્રિકમભાઈ,પો.કોન્સ., રમેશભાઈ, પો.કોન્સ., મેહુલકુમાર, પો.કોન્સ., શંકરભાઈ, પો.કોન્સ., જગદીશભાઈ, પો.કોન્સ. થરાદ