શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા બાગાયતદારો અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

Views: 102
0 0

Read Time:57 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં હતાં. પરંતુ સિંચાઇ માટેના પૂરતા પ્રમાણમાં ફોર્મ આવ્યા ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.

આથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઇના ફોર્મ અચૂક ભરી દેવા. મૂળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રવિ-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવાં માટે કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *