કેન્દ્રીય પ્રભારી સચિવના અધ્યક્ષપદે એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

Views: 76
0 0

Read Time:4 Minute, 55 Second

ગુજરાત ભૂમિ, નર્મદા 

નર્મદા જિલ્લાને એસ્પીરેશનલથી ઇન્સ્પિરેશનલ બનાવવા નવનિયુક્ત કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની પ્રતિબદ્ધતા સકારાત્મક અભિગમ અને બહુમૂલ્ય યોગદાન આપી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કરતા રવિકુમાર અરોરા જિલ્લાની સવિશેષ કામગીરીથી રવિકુમાર અરોરાને વાકેફ કરતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાના અધ્યક્ષપદે એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં ત્રણ મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમની સમીક્ષા સહિત ઉક્ત બેઠકમાં નીતિ આયોગની ગ્રાન્ટ હેઠળ મંજુર થયેલા કામો અને સાંસદ આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા કરતા રવિકુમાર અરોરાએ આરોગ્ય-ન્યુટ્રીશન, શિક્ષણ, ખેતી, સહિત બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર પર વિશેષ ભાર આપતા સબંધિત અધિકારીઓ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થઈને કામગીરીને વધુ અસરકારક અને આયોજનબદ્ધ રીતે થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણક્ષેત્રે થયેલ સરાહનીય કામગીરીની વિશેષ નોંધ રવિકુમાર અરોરા દ્વારા લેવામાં આવી હતી. તેમજ જિલ્લામાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ્સની ઝીણવટભરી માહિતી મેળવી જિલ્લાની જરૂરિયાતને ધ્યાને લઈને વધુ પ્રોજેક્ટ્સની જરૂરિયાત અંગેની દરખાસ્તો તૈયાર કરી મોકલી આપવા સૂચન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશમંત્રી ડો. એસ. જયશંકર દ્વારા એસ્પીરેશનલ નર્મદા જિલ્લાને નોડલ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવેલ છે. જેથી તેઓની સાંસદ સભ્યની ગ્રાંટમાંથી આરોગ્ય, રમત-ગમત (જિમ્નાસ્ટીક) વગેરે જેવા કામો માટે રૂ. ૬ કરોડ જેટલી રકમના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવેલ છે. જેની કેન્દ્રીય પ્રભારી સચિવ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, અને મંજૂર થયેલ કામો ત્વરિતપણે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સામોટ ગામને કેન્દ્રીય વિદેશમંત્રી દ્વારા દત્તક લેવામાં આવેલ છે. તદ્ઉપરાંત હાલમાં જ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ, તિલકવાડા તાલુકાના વ્યાધર, ગરૂડેશ્વર તાલુકાના આમદલા સહિત સાગબારા તાલુકાના ભાદોડ ગામને પણ તેઓ દ્વારા દત્તક ગામ તરીકે પસંદ કરવામાં આવેલ છે. ઉક્ત ગામોમાં લોકકલ્યાણ અને વિકાસના કામો હાથ ધરવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને નીડબેઝ એસેસમેન્ટ સર્વે હાથ ધરી રોડમેપ તૈયાર કરવા કેન્દ્રીય પ્રભારી સચિવ દ્વારા માર્ગદર્શન પુરુ પડાયુ હતુ. એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમની સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિતિ રહ્યાં હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *