0
0
Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ, સંતરામપુર
મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાંથી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ ગુજરાતમાં G20 ની સમિટ યોજાઇ રહી છે. તેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્વારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં City Walk/મરથોન નો કાર્યક્રમ યોજાયો હતો .
જેમાં આ કાર્યક્રમ નિમિત્તે સંતરામપુર નગરપાલિકા દ્વારા તા.22/02/2023 ના રોજ સંતરામપુર રિલાયન્સ સર્કલ થી માંડીને પ્રતાપપુરા સર્કલ સુધી City Walk રાખવામાં આવેલ હતો. જેમાં આ કાર્યક્રમ માં આજ રોજ નગર પાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તેમજ નગર પાલિકા સ્ટાફ તથા નગર પાલિકા વિસ્તારના શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.